Tuesday, November 8, 2011

AGSDM Celebrates Silver Jubilee


નોંધ: કમ્પુટર પ્રોબ્લેમ ના કારણે આ સમાચાર પ્રસિદ્ધ  કરવામાં વધુ સમય લેવામાં આવ્યો છે.માંકરોડા - ભિલોડામાં  પણ યુવા વર્ષ જાહેર કરવામાં આવ્યું છે તે સમાચાર પણ હાલમાં ત્યાર થઇ રહેલ છે ટૂંક સમયમાંજ રજુ કરવામાં આવશે
.
Due to technical problem delayed for the news. Inconvenience is regretted. Please stay tuned for upcoming news of Makroda-Bhiloda.  
  
Rev. Fr.Xavier SJ
રવિવાર તા ૦૬-૧૧-૨૦૧૧ ના રોજ આણંદ કમ્યુનીટી  હોલમાં અખિલ ગુજરાત વિદ્યાર્થી વિકાસ સંઘની  (AGSDM , આશાદીપ)  રજત જયંતી મહોત્સવ ૧૯૮૬ -૨૦૧૧ ઉજવવામાં આવ્યો હતો . આ પ્રસંગે ભૂતપૂર્વ  વિધાર્થીઓ  સાથે મળી મહોત્સવનું આયોજન કર્યું હતું. કાર્યક્રમના અંતમાં સ્નેહ મિલન હાલના તથા જુના AGSDM ના સભ્યો માટે રાખવામાં આવ્યું હતું જેમાં ભૂતપૂર્વ સભ્યો દ્વારા એક લાખ રૂપિયાનું  ભંડોળ  ભેગું કરવામાં આવ્યું હતું તે વર્તમાન  AGSDM  ના સભ્યોને આપ્યું હતું જેથી તેનો ઉપયોગ  વિદ્યાર્થી ના વિકાસ અને પ્રવૃતિઓ  માટે કરવામાં આવી શકે.


આ પ્રસંગ ને નિહાળવા માટે વિડિઓ ઉપર ક્લિક કરશો. આ વિડિઓમાં ભૂતપૂર્વ AGSDM ના સભાસદોનો અનુભવ અને તેમના જીવનમાં AGSDM  નો કેટલો ફાળો છે તે રજુ કરેલ છે.    




આભારવિધિ

Rev . Fr . Chagnacherry  SJ.
Provincial Of Gujarat Province
આજના આ રજતજયંતિ સમારોહના મુખ્ય મહેમાન  રેવ ફાધર ચંગનાચેરી પ્રોવીંસીયલ ઓફ સોસાયટી ઓફ જીસસ, અતિથિ વિશેષ ફાધર ઝેવિયર માંજૂરાન, ફાધર અર્વીન, ફાધર અમલરાજશ્રીચંદ્રવદનભાઇ,શ્રીઆઇ.પી.ક્રિશ્ચિયન ,વંદના,વિપુલ,મેહુલ, એ.જી.એસ.ડી.એમ ના ભૂતપૂર્વ તથા વર્તમાન સભ્યો, પરિવારજનો ફાધરો-સીસ્ટરો,વડીલો,શુભચિંતકો તથા આમંત્રિત મહેમાનો
  

 કવિશ્રી મનુભાઈ ત્રિવેદીએ લખ્યું છે કે-

                               જુદી જિંદગી છે મિજાજે મિજાજે,
                            જુદી બંદગી છે નમાજે નમાજે,
                            છે એક જ સમંદર,થયું એટલે શું?
                               જુદા છે મુસાફર જહાજે જહાજે
    
 સંર્ઘષોના સૂપડા સાફ કરી,અમાપ શક્યતાઓના અસીમ અવકાશમાં મોજભર્યું ઉડ્ડયન કરવાનું સ્વપ્ન પ્રત્યેક યુવાનનું હોય છે.મને અને મારા જેવા અનેક યુવાન-યુવતીઓને આવા અવકાશના દર્શન કરાવી root તથા wings બક્ષનાર એ.જી.એસ.ડી.એમની રજતજયંતિ મહોત્સવ ટાણે હું આભારદર્શન માટે અહીં ઉપસ્થિત છું
     સૌ પ્રથમ તો પરમકૃપાળુ પરમાત્માનો આભાર કે જેની કૃપાથી આ કાર્યક્રમ આકારિત થયો અને સુંદર રીતે સંપન્ન થવા તરફ જઈ રહ્યો છે.
Mr. Chandravadan Macwan
     
આજના આ મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકેનું સ્થાન શોભાવનાર રેવ ફાધર ચંગનાચેરી પ્રોવીંસીયલ ઓફ સોસાયટી ઓફ જીસસ ,અતિથિ વિશેષ  તરીકે પધારેલ ફાધર ઝેવિયર માંજૂરાન ,ફાધર અર્વીન, ફાધર અમલરાજ, શ્રી ચંદ્રવદન  જેમણે પોતાની વ્યસ્તતામાં પણ અહીં હાજરી આપી,શબ્દોથી અમારા ઉત્સાહને બમણો કર્યો  છે તે બદલ તેમના પ્રતિ હું ઋણભાવ વ્યક્ત કરું છું.


એ.જી. એસ.ડી.એમ સાથે નાતો ધરાવનાર તમામે તમામ સભ્યોએ આજના આ કાર્યક્રમ દરમ્યાન પોતાના AGSDM સાથેના સંભારણા તાજા કર્યા જ હશે.આ મહોત્સવને દીલથી વધાવવા બદલ આપ સર્વનો આભાર.
Rev. Fr. Amalraj SJ
     આ ઉજવણીમાં જેઓ ખૂબ જ સહાયરુપ થયા છે તેવા   ફા.અરવિંદ, ફા. અમલરાજ તથા આશાદીપ સ્ટાફ જેમના માર્ગદર્શન અને પ્રોત્સાહન બદલ આભાર.
     આજના આ  કાર્યક્રમની ઉજવણી આપણે કોમ્યુનીટી હોલમાં કરી રહ્યા છે. હોલ તથા અન્ય વ્યવસ્થાજન્ય બાબતોમાં હકારાત્મક સહકાર આપવા બદલ ફા.આલ્બર્ટ તથા આણંદ પેરીશનો હું અંત:કરણપૂર્વક આભાર માનું છું.
    
AGSDM ના રજતજયંતિ સોવિનિયરમાં દાતાશ્રીઓનો ઉદાર ફાળો અનન્ય છે. સોવિનિયરમાં શુભેચ્છાસંદેશ આપી પરોક્ષ રીતે અમારા કાર્યમાં મદદરુપ થવા બદલ આપનો આભાર.
    


શ્રી દિપકભાઇ તથા અનીકાબેને સુનીલ ફ્રાંસીસ,અશ્વિનભાઇ,સ્નેહલભાઇ,વિપુલભાઇ,અતુલભાઇએ સોવેનેયરને કલાત્મક સ્વરુપબક્ષી ટાઇપસેટીંગ તથા Editing નું કાર્ય  સમયમર્યાદામાં પૂર્ણ કરેલ છે.   અને આણંદ પ્રેસે સોવિનિયર સુંદર રીતે છાપી આપવા બદલ આપ સર્વનો પણ ખૂબ ખૂબ આભાર.
  
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર ભાઇશ્રી ભાવિન અને મંજુલાબેનનો ખૂબ જ આભાર.


સ્વાગત ડાંસ કરનાર ફ્રેંકી,કૃતિ તથા દિપીકાનો આભાર.
  
AGSDMની રજતજયંતિની સેલીબ્રેશન   ટીમ તથા કંવીનર વંદનાબેનનો આભાર.

મંડપ તથા સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરનાર શ્રી રજનીભાઇ જલારામ કેર્ટ્સનો  ખૂબ આભાર.  
માઇકની વ્યવસ્થા કરનાર શ્રી બાબુભાઇનો આભાર.

વ્યવસ્થાપક કમિટિ વિપુલ,પ્રફુલ્લ,ભાવેશ ,સ્વપનીલ,સ્ટીવન,પ્રશાંત,પ્રિતેશ, ચિંતન,અપૂર્વ,રાહુલ,જીતુ, અલ્પેશ,દિપીકા,રીના,અંકુર જેમના અથાગ મહેનત અને પ્રયત્નોથી આ કાર્યક્રમને લગતી સઘળી વ્યવસ્થાઓ કરી છે તે માટે સર્વ ટીમનો આભાર.


 ગાયકવૃંદ માટે શૈલેષભાઇ અને ટીમનો આભાર.


 આજના પ્રસંગને યાદગાર બનાવવા માટે ફોટોગ્રાફી અનેવીડિયોગ્રાફીની વ્યવસ્થા કરનાર સુનિલભાઇનો આભાર.


 પ્રેસ રીપોટર તથા આ પ્રોગ્રામનું રીપોરટીંગ કરનાર સ્નેહલભાઇ, રવિકાંતભાઇ, ભૂમેલ બ્રોડકાસ્ટ  ન્યુઝ BBN ના વિજયભાઇ નો ખૂબ ખૂબ આભાર.


 ચેન્નઇથી પધારેલ AICUFના ફુલટાઇમર સ્વરુપ તથા મુંબઇથી પધારેલ AICUFના નેશનલ ટીમ મેમ્બર દિલ્હીનો  તથા પેરીશથી  આવેલ IMCS ના મેહુલભાઇનો વિશેષ આભાર. 

અંતે ,આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ફાળો નોંધાવનાર  સૌનો હું AGSDM  વતી હૃદયપૂર્વક આભાર માની વીરમું છું.

(મનોજ કે.મેકવાન, આણંદ દ્વારા)

0 Add comments:

Post a Comment


Thank you and stay connected