આજે તા.૨૭-૧૧-૨૦૧૧ સવારે ગામડી-આણંદ ખાતે દૂત રવિવારની ઉજવણી કરવામાં આવી હતી.
ગયા વર્ષે દૂત સામયિકે ૧૦૦ વર્ષની ઉજવણી કરી હતી. ગુજરાત સાહિત્ય પ્રકાશ દ્વારા આજે ગુજરાતની ધર્મસભામાં "દૂત રવિવાર" તરીકે જાહેર કરવામાં આવ્યો હતો તે અનુસંધાનમાં આજે આગમનઋતુના પહેલા રવિવારે ગુજરાતમાં દરેક ચર્ચમાં ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરી તેની ઉજવણી કરવામાં આવી હતી. આજે ગામડી-આણંદમાં દૂતના પોસ્ટર્સ લગાવ્યા હતા તેનાથી વધુ દૂત રવિવારનો માહોલ બન્યો હતો. ખ્રિસ્તયજ્ઞ પહેલા બાળકો દૂત ના વેશભૂષામાં આવી સ્વાગત કર્યું હતું તેનાથી વાતાવરણ રંગતભર્યું અને પ્રાર્થનામય બન્યું હતું. આ પ્રસંગે કેથોલિક પંચાગ નું વેચાણ અને દૂતનું લવાજમ સ્વીકારવામાં આવ્યું હતું. દૂત રવિવાર ઉજવવાનું એક મુખ્ય કારણ દૂતને ઘરે ઘરે લઇ જવાનું હતું. દૂત વર્ષોથી ખ્રિસ્તી શ્રદ્ધાને મજબુત કરવામાં આગળ પડતો ભાગ ભજવેલો છે.
ડાબી બાજુથી - ફા, અગ્નેલો, બ્ર.એબ્રીલ.અને ફા અનીલ |
આજે અહિ રેવ. ફા. અનીલ સેવરીન એસ.જે. અને રેવ.ફા.અગ્નેલો એસ.જે. મહાખ્રિસ્ત યજ્ઞ કર્યો હતો . ઉજવણી માટે શ્રી જયંતીભાઈ પરમારનો ઉત્તમ ફાળો રહ્યો હતો
આ પ્રસંગના ફોટો નીચે જોશો.
- ફોટોસ બી .બી. એન.
0 Add comments:
Post a Comment
Thank you and stay connected