Friday, February 3, 2012

ઝંખવાવમાં માતા મરિયમનો ભક્તિ મેળો

ભક્તિ મેળો અને પવિત્ર મારિયાનો અનુભવ થયેલ વ્યક્તિની સાક્ષી સાંભળવા માટે વીડિઓ ઉપર ક્લિક કરશો.    
   


ઝંખવાવમાં માતા મરિયમનો ભક્તિ મેળો

ઇસુનાથ મંદિર, ભક્તજનોની માનવ મેદની    
તા.૦૨-૦૨-૨૦૧૨ ના રોજ ઝંખવાવ મિશનમાં માતા મરિયમના ભક્તિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું . છેલ્લા ૩૫ વર્ષથી અહીં આ સુંદર મેળો ભક્તિ અને એકતાનું માધ્યમ બની રહેલ છે. આ તાંબાના ગામડાઓમાંથી વહેલી સવારથીજ લોકો દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી પડે છે

સૌ પ્રથમ આદિવાસી કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ તથા આશાદીપ આશ્રમ શાળાના બાળકો .આદિવાસી કુમાર છાત્રાલય અને લોયોલા  બોયસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરી મેળાનો પ્રારંભ કર્યો હતો.


ઇસુનાથ મંદિર, ઝખવાવ 
આ મેળામાં આદિવાસી ભક્તજનો  પોતાના ખેતરોમાં થયેલ પાકનું અર્પણ કરે છે અને પોતાના તથા પાડોશીના જીવનમાં માતા મરિયમનો  પ્રેમ સદા વહેતો રહે તે માટે વિનંતી કરે છે. દરેક ગામથી મોટી સંખ્યામાં બધા ભેગા થઇ મોટી કતારોમાં સરઘસમાં જોડાય છે સ્ત્રી,પુરુષ તથા બાળકોમાં  ઉમંગ અને ઉલ્લાસ જોવા મળતો હતો અને આજે આ માનવમેદનીએ માતા મરિયમની પાલખી સાથે  સરઘસરૂપે ફરી ખ્રિસ્ત યજ્ઞમાં જોડાઈ હતી. રેવ. ફા.ઈશ્વન ગામીતે ભક્તિ અને બોધથી લોકોને પવિત્રતાથી તરબોળ કર્યા હતા.   
ખ્રિસ્તયજ્ઞમાં ભક્તજનો  
આ મેળાના સુંદર આયોજન માટે અહીના સભા પુરોહિત રેવ. ફા.અરવિન એસ જે અને ઝંખવાવની જેસુઈટ કોમ્યુનીટીનો ખાસ શ્રેય હતો. ડોટર્સ  ઓફ ધ ક્રોસના સાધ્વી બહેનો તથા ઝંખવાવ તાંબાના ધર્મજનોના  સાથ સહકારથી પવિત્રતા અને સુંદરતા મેળામાં ઉમેરાયા હતા.
 સાચેજ,  આવા ભક્તિ મેળાથી આપણા તથા બાળકોના જીવનમાં પ્રેમ અને શ્રધાનું  સિંચન થયા કરે છે. અહીના આદિવાસી ભાઈઓની સંસ્કૃતિ સાથે માતા મરિયમની ઊંડી  ભક્તિ રજુ થતી હતી આ ઇસુનાથ મદિરમાં ઘણા લોકોને માતા મરિયમનો અનુભવ થયેલ છે તેમન એક બહેનનો સાક્ષાત અનુભવ સાંભળવા  તથા મેળાને માણવા માટે વીડિઓ ઉપર ક્લિક કરશો.    
    

 સમાચાર: ઝંખવાવ ભક્તજનો અને પુરોહિતગણ અને  સાધ્વીગણ



ફોટો વીડિઓ: બી.બી.એન.  

1 Add comments:

  1. dear vijaybhai,
    really you are doing very good job for church.god bless you.
    hasmukh mecwan.

    ReplyDelete


Thank you and stay connected