Sunday, December 15, 2013

Golden Jubilee of Sr. Scholastica - સિ. સ્કોલાસ્ટીકા આપિયન મેકવાનના સન્યસ્ત જીવનની સુવર્ણ જયંતી

તા.15-12-2013 ના રોજ માતૃછાયા - પિલાર -નડિયાદ ખાતે  સિ. સ્કોલાસ્ટીકા આપિયન મેકવાનના સન્યસ્ત જીવનની સુવર્ણ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.  


Please click on the below given link for the photos 
 Golden Jubilee of Sr. Scholastica

ખરેખર કોઈ કવિએ સાચેજ કહ્યું છે

"તારું નથી કશું તો છોડીને આવ તું
અને તારુ જ છે બધુ તો છોડી બતાવ તું"

આ કવિની પંક્તિઓ સિ. સ્કોલાસ્ટીકા આપિયન મેકવાન માટે યથાર્થ લાગી રહી છે અને એ વાત ની સાબિતી પૂરે છે એમના સન્યસ્ત જીવનની સુવર્ણ જયંતી.  સગાં સબંધીઓ તથા સર્વસ્વ છોડી પ્રભુ ઈસુની પાછળ  શ્રદ્ધાની સાથે નીકળેલા સિસ્ટર આજે સન્યસ્ત જીવન 50 દાયકાની સફર પૂરી કરી રહ્યા છે.

સિ. સ્કોલાસ્ટીકા આપિયન મેકવાન જીવનની ઝાંખી

તેમનો જન્મ : 30 માર્ચ 1937
સ્થળ : આણંદ
અભ્યાસ : B.Sc
નોકરી : સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ, અમદાવાદ અને
                             સંત આન્ના  સ્કુલ , નડીયાદ ટીચર તરીકે સેવા આપી.

 પ્રભુ ઈસુની હાકલ અને તેમના નેજા હેઠળ સેવાઓ:

1963 સંત આન્ના મંડળમાં જોડાયા.
પ્રથમ વ્રત : 1965 

 1969માં બેંગ્લોર ખાતે MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યો  અને સયાજી હોસ્પિટલ,ખાતે ઇન્ટેનશીપ પુર્ણ કરી આંદમાન નિકોબારમાં ડોક્ટર તરીકે  સેવા આપી અને ત્યાજ શૂન્યમાંથી સર્જન કરી એક વિશાળ હોસ્પીટલની શરૂયાત કરી  અને ત્યારબાદ નડીયાદ , મોતીનાલા ,વડોદરા અને ભાવનગરમાં ઉત્તમ સેવાઓ આપી. આ શ્રેષ્ઠ સમય દરમ્યાન તેમણે પ્રભુ સેવા માટે ઉમદા પ્રયત્નો કર્યા, ભાવનગરમાં HIV પીડિતો માટે My care Community ની શરૂયાત કરી, નડીયાદમાં ગરીબ બાળકો માટે પોષણયુક્ત  ખોરાકની વહેચણી તથા TB awarness  Program. અને જરૂરિયાત લોકોને દવા પૂરી પાડવાની શરૂયાત કરી. 

 તેમણે  મહાન વૈધ ઈસુની માફક લોકસેવાનો ભેખ ધર્યો. આંદમાન નિકોબારથી લઇ નડિયાદ સુધી શ્રદ્ધાકીય સારવાર આપી પ્રભુ ઈસુના પ્રેમનો ઉત્તમ દાખલો પૂરો પાડ્યો  છે. આજે જયારે તેમના સન્યસ્ત જીવન ના 50 વર્ષ પૂર્ણ થાય છે આ ટાણે  એવું કહી શકાય કે સિસ્ટરે શ્રધ્ધા પર વિજય મેળવ્યો કહેવાય, ઈસુના પ્રેમની મૈત્રીનો વિજય મેળવ્યો કહેવાય,પરમેશ્વરે આપેલી હાકલ અને જવાબદારીનો વિજય મેળવ્યો કહેવાય. 

 આ અર્ધ શતાબ્દી ટાણે પ્રભુ ઇસુ તેમના પ્રેમનું ઝરણું તમારામાં સદાય વહેતું રાખે તેવી પ્રાર્થના અન અઢળક શુભેછાઓ.

સિ બેનીતા , સિ શિતલ  અને માતૃ છાયા પરિવારનો આ ટાણે  BBN આભારની લાગણી વ્યક્ત કરે છે અને સિ. સ્કોલાસ્ટીકા આપિયન મેકવાનને શત શત પ્રણામ.   

News By Sr. Shital Parmar

Photos by BBN


0 Add comments:

Post a Comment


Thank you and stay connected