આજે તા 29-12-2013 ના રોજ ઉમરેઠ ડીનરીના યુવાનો માટે ડોન બોસ્કો કપડવંજ દ્વારા સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મસભાની ઉમરેઠની ઉગતી યુવાપેઢી આજે અહી 48 સંખ્યામાં હાજર રહી હતી. બાળ ઇસુની જન્મ જયંતીની ઉજવણી અહી રમતો, ગભાણ હરીફાઈ અને ગરબાની રમઝટ સાથે કરવામાં આવી હતી. યુવાનો દ્વારા આજે ગુજરાતની ધર્મ સભામાં આવી ઉજવણી થતી રહે તે એકતાનું અને સમૃદ્ધ યુવા પેઢીનું પ્રતિક બની રહે છે.
ડોન બોસ્કોના પુરોહિતો રેવ. ફા. આઇવન, રેવ. ફા એલેક્ષ અને રેવ. ફા મયંક પરમારનું સ્વપ્ન ધર્મસભાની એકતા અને યુવા પેઢીનો વિકાસ અને વ્યક્તિત્વ ઘડતર થતું રહે અને આ દ્વારા પ્રભુ ઇસુનો સંદેશ સર્વે ને મળતો રહે તે છે અને આજે તે સ્વપ્ન સાકાર થતું દેખાય છે.
આ સ્નેહ સંમેલન ડોન બોસ્કો પરિવાર, સિસ્ટર ઉર્મિલા (બાલાસિનોર-દોમનીકન સિસ્ટર) તથા શાંતિલાલ ભાઈ તથા આવેલ યુવાન યુવતીઓના સહયોગથી સફળ બન્યો હતો.
Please click on the link for the photos
Youth get together at Don Bosco - Kapadvanj
- BBN
0 Add comments:
Post a Comment
Thank you and stay connected