Monday, May 1, 2017

ક્રિશ્ચીયન બ્રધરોની (માંડળ-વ્યારા) શિક્ષણ સેવા ગુજરાતની ધર્મસભાના ઇતિહાસમાં આજથી ચિરસ્મરણીય રહેશે.

BBN સમાચાર
૨૯-એપ્રિલ -૨૦૧૭

ક્રિશ્ચીયન બ્રધરોની (માંડળ-વ્યારા) શિક્ષણ સેવા ગુજરાતની ધર્મસભાના ઇતિહાસમાં આજથી ચિરસ્મરણીય રહેશે.

ઈ.સ. ૧૯૮૬માં ક્રિશ્ચીયન બ્રધરો જાગૃતિ હાઈસ્કૂલ -માંડળ ખાતે આવી આદિવાસી વિદ્યાર્થીઓના વિકાસ અર્થે શિક્ષણ ક્ષેત્રે સેવા આરંભી હતી.

૩૧ વર્ષ સુધી પ્રામાણિકતા,નિષ્ઠા અને પ્રેમમય વાતાવરણ બનાવી અવિરતપણે શિક્ષણની જ્યોતને સમગ્ર આદિવાસી વિસ્તારમાં ઝળહળતી કરી છે એવા સન્માનિત બ્રધરો અન્ય મિશન અર્થે વિદાય લઇ રહ્યા છે. તેમની સેવાને આદર અને સન્માનિત કરવા આજ રોજ તા. ૨૯-૦૪-૨૦૧૭ વિદ્યાર્થીઓ, વડીલો, માનનીય પૂર્વ મહાધર્માધ્યક્ષ સ્તેનિસલાઉસ ફર્નાડીઝ એસ. જે. (એપોસ્ટોલિક એડમીનસ્ટ્રેટર-વડોદરા પ્રાંત),સાધ્વીગણ અને પુરોહિતગણ હાજર રહ્યા હતા.

આ પ્રસન્ગે ત્યાં સેવા આપતા બ્ર. વિનય, બ્ર. જયંતી, બ્ર. સ્ટીવ, બ્ર સમીર, બ્ર પરાગ, બ્ર ફ્રાન્ક અને બીજા બ્રધરો જેમણે સેવા આપી હતી તે સર્વેનો આભાર અને સન્માન કરવામાં આવ્યું હતું .

ફોટોસ: ગામીત આલુસ,
- BBN

0 Add comments:

Post a Comment


Thank you and stay connected