Thursday, December 29, 2011

57 Orphan Children Celebrated Birthday_ચાલો, પહેલ માંડીએ.

કૃપા કરી વીડિઓ ઉપર ક્લિક કરશો. 



ગઈ  કાલે  માતૃ છાયા, નડિયાદમાં સંત આન્નાના સીસ્ટરો દ્વારા ચલિત  અનાથ આશ્રમમાં ૫૭ છોકરા છોકરિયોનો જન્મ દિવસ એક સાથે ઉજવાયો હતો

   સમાજમાં  મોભો જાળવવા માટે લગ્ન પહેલાના સંબધોથી કે પછી સતત બાળકીનો ઘરમાં આગમન થવાથી, જન્મથી  પોતાના કુખે જન્મેલ બાળકને કચરા પેટીમાં કે જંગલમાં કે પછી હોસ્પીટલની બહાર ફેકી દેતા સમાચાર તો ઘણા વાંચવા મળશે પણ, તે બાળકો નું શું થાય છે તે જાણીએ તો માણસના રુવાડા ઉભા થઇ જાય તેવી પરિસ્થિતિ નવજાત શીશુઓની હોય છે.

 ઠંડીથી ઠરી ગયેલા એક-બે કલાકના શિશુઓનો આધાર શું હોઈ શકે ? કીડી મંકોડા જેવા જીવજંતુથી હેરાન થતા આવા અનાથ બાળકોની વારે આવતા સંત આન્નાના સાધ્વી બહેનો, માતૃ છાયામાં ૧ કલાકના શિશુથી માંડી તે  આર્થીક રીતે પગભેર ન થાય અને લગ્ન ન થાય ત્યાં સુધીની સંભાળ રાખી ઉછેર કરે છે. તેમને જરા પણ માતાપિતાની ખોટ ના વર્તાઈ તેની જીણવટભરી તકેદારી રાખવામાં આવે  છે.  

 સર્વ  જાણે છે તેમ બાઈબલમાં લખેલું છે કે ઇસુના જન્મબાદ હેરોદ રાજાએ નિર્દોષ બાળકોની હત્યા કરાવી હતી તે અનુસાર ગઈ કાલે આ બધાજ બાળકોનો જન્મ દિવસ અહિ ઉજવ્યો હતો. આ મહાન દિવસે બાળકો દ્વારા રજુ કરેલ કાર્યક્રમો સુંદર અને સ્પર્શી જાય તેવા હતા.દરેક  ભૂલકાઓ દ્વારા  કેક કાપવામાં આવી હતી અને દરેક નાના-મોટા બાળકોને ભેટ આપી આનંદિત કર્યા હતા.

 આ પ્રસંગે રેવ. ફા. કે. પી. વિન્સેન્ટ એસ. જે. બાળકો માટે  ખ્રિસ્તયજ્ઞ અર્પણ કર્યો હતો અને  ફા. અંતોન મેકવાન, વિદેશથી આવેલ દંપતી, હમેશા મદદ કરનાર અન્ય કુટુંબોએ અને સાધ્વી બહેનોની હાજરીથી આ કાર્યક્રમ વધુ પ્રોત્સાહન રૂપક બન્યો હતો. આ પ્રસંગે બાળકોને તેઓ સ્પેશિયલ છે તેવી લાગણીની અનુભૂતિ કરાવવા માટે કાર્યક્રમનું આયોજન કરનાર ત્યાંના ડીરેક્ટર સી. બેનેડીકતા મેકવાન તથા સી. શીતલ પરમારનો અથાર્ગ પ્રયત્ન રહ્યો હતો.        

  આવી  સમસ્યાનો ઉકેલ  શું  હોઈ શકે ?  ફેકનાર ને તો પકડી શકીશું નહિ પણ શું આપણે આપણા મિત્ર કે પછી સખીને  આ સમસ્યા રજુ કરી શકીએ કે નહિ ?    ચાલો, પહેલ માંડીએ.   
                                          

4 Add comments:

  1. Most wonderful work. Very good example to be followed.

    Nirmala

    ReplyDelete
  2. Excellent....highly appreciated...keep it up...
    Seema Michael

    ReplyDelete
  3. This is the real religion..religion of humanity..bringing upward the deserted..

    Lalita Simon

    ReplyDelete


Thank you and stay connected