Saturday, December 17, 2011

Spiritual Exercises In Gujarati Part -3

કામમાં વ્યસ્ત રહેતા લોકો માટે ધ્યાન (રીટ્રીટ) ભાગ -૩

આપણું સદ્દભાગ્ય કહેવાય  કે સમાજમાં અમુક કુટંબો છે જે આપણને પ્રભુના પ્રેમની પ્રતીતિ કરાવે છે. પ્રભુના બિનશરતી પ્રેમનો અનુભવ કરવા માટે  નીચેના વીડિઓ ઉપર ક્લિક કરશો.



વ્હાલા શ્રધાળુઓ

  ઈશ્વરે આપેલ દસ આજ્ઞાઓમાં પ્રેમની આજ્ઞા સર્વોપરી છે. દરેક આજ્ઞા પ્રથમ દ્રષ્ટિએ  જોતા એવું લાગે કે તે નકારાત્મક છે છતા, જો ઊંડાણથી તેની ઉપર ધ્યાન દોરીએ તો ખ્યાલ આવશે કે તે સર્વ પ્રેમનોજ  પંથ બતાવે છે.

  આ બધીજ    આજ્ઞાઓથી કહી શકાય કે ભગવાન આપણી સ્વતંત્રતા ઉપર પ્રતિબંધ મુકવા માંગતો નથી, ઇસુનો પંથ બિનશરતી પ્રેમનો પંથ છે કારણ પ્રભુ ઇસુ પ્રેમ નો અવતાર છે, પ્રેમ સ્વરૂપ  પરમેશ્વર માણસો ઉપર કેટલો બધો પ્રેમ રાખે છે એ માણસો જોઈ શકે , સ્પર્શી શકે ને અનુભવી  શકે એટલા ખાતર જ  ઇસુ આ દુનિયામાં આવ્યા હતા.ક્રૂસ ઉપર મરણને ભેટીને તેઓ  સૌ માનવીઓ પ્રત્યેના પોતાના અપાર પ્રેમનો પુરાવો આપ્યો હતો અને પોતાના શિષ્યોને એવી આજ્ઞા અપાતા ગયા કે  " મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમારે પરસ્પર પ્રેમ રાખવાનો છે "


(માથ્થી ૨૨: ૩૭-૪૦ )નું પઠન કરવાથી વધુ અનુભૂતિ થઇ શકે.

"તારે તારા પ્રભુ પરમેશ્વર ઉપર તારા પુરા હૃદયથી , તારા પુરા જીવથી અને તારા પુરા હૃદયમાંથી પ્રેમ રાખવો .... ને તારા માંનાવ્બંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો. સમગ્ર શાસ્ત્રનો આધાર એ બે આજ્ઞાઓ છે "                     

 વધુ મનન ચિંતન માટે ઉપરનો  વિડીયો નિહાળશો, આજ ભાગ માટે  વધુ મદદરૂપ થતા પાયાની બાબતો અગામી ભાગમાં રજુ  કરવામાં આવશે.

સાર :

"પ્રેમનો પંથ''  આ  પુસ્તકના અનુવાદક રેવ. ફા. ઇસુદાસ ક્વેલી એસ. જે.નો ખુબ ખુબ અભાર.  

 આપ સર્વે તરફથી જે મોટો પ્રતિસાદ આ શ્રેણી માટે મળ્યો છે અને  તમે દરેકને ઈ-મેઈલ કરીને  આ શ્રેણી ના ભાગીદાર બનાવ્યા છે તે બદલ BBN  હૃદયપૂર્વક અભાર માને  છે      

                

1 Add comments:


Thank you and stay connected