Wednesday, December 14, 2011

ભિલોડા સ્કુલની રજત જયંતી_Silver Jubilee Of Bhiloda Jesuit School

Please click an interview of Vice Principal Rev. Fr. Anil Parmar SJ





Today Bhiloda High School celebrated Silver Jubilee. The school is always concerned to give better education to the poor tribal in Bhiloda and the villages and other talukas of  Sabarkatha District.


Bhiloda School

આજે ભિલોડા સ્કુલની રજત જયંતી ધામ ધૂમથી ઉજવવામાં આવી. આ પ્રસંગે ભિલોડા તથા આજુબાજુના લોકો તથા ગામડાઓની સ્કુલના વિધાર્થોની મેદનીએ આ પ્રસંગને વધુ રંગત ભર્યો બનાવ્યો હતો. વિધાર્થીઓ  દ્વારા આ પ્રસંગે બધાજ ભારતીય નૃત્યનો સમાવેશ કરી એક અનોખું નૃત્ય રજુ કર્યું હતું જે સર્વ હાજર લોકોને સ્પર્શી ગયું હતું . કાર્યક્રમ ને અંતે સર્વે ભોજન લઈને  સ્કુલની આજ અને આવતીકાલની યાદ લઈને  વિખરાયા હતા. આ સ્કુલે ભારતીય સેનામાં ઘણા ખરા દેશની રક્ષા કરવા માટે જવાનો આપ્યા છે તે આ પ્રસંગે કેવી રીતે ભૂલી શકાય !

આ પ્રસંગે રેવ. આર્ચ બિશપ સ્ટેની એસ. જે. ,  રેવ. ફા. પ્રોવિન્સિયલ ચંગ્નાચેરી એસ જે. રેવ. ફા વિન્સેન્ટ  બ્રિગન્ઝા  એસ જે. (પ્રિન્સીપાલ ઓફ સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ) તથા શ્રી મેથ્યુ કરાડીએ  (ડી. ઈ.ઓ.) હાજરી આપી આ ઉજવણીને વધુ સુંદર બનાવી હતી. આ સ્કુલની વધુ માહિતી માટે ઉપરના વીડિઓ ઉપર ક્લિક કરી રેવ. ફા. અનીલ પરમારનું ઇન્ટરવ્યુ સાંભળશો.                  
  
News By 
Rev.Fr. Stany Pinto SJ, Bhiloda.

0 Add comments:

Post a Comment


Thank you and stay connected