દક્ષીણ ગુજરાતમાં આવેલ કોરવી ગામે દર ફેબ્રુઆરીમાં મહા પુનમના દિવસે માતા મારિયાના ખાસ કરીને આદિવાસી ભક્તજનો દુર દુરથી આનંદભેર ભેગા થાય છે. તે અનુસંધાનમાં ગઈ ૭ તારીખે અહી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોરવી માતાનો મેળો ખુબજ પ્રચલિત છે. ગુજરાતના દુર દુર ગામડાઓથી અને શહેરોમાંથી પણ ભક્તજનો આ સુંદર જગ્યાએ માતા મારિયાના દર્શને અને મેળામાં ભાગ લેવા ભેગા થાય છે તે વીડિઓમાં જોવા મળશે. આ જગ્યા એક નદીની બાજુએ નાના પર્વત ઉપર સુંદર કુદરતી દ્રશ્યોથી સજાયેલી છે. અહી આવતા દરેક શાંતિ અને કુદરતી જગ્યાનો લ્હાવો માણે છે.
વધુ માહિતી માટે વીડિઓ ઉપર ક્લિક કરશો.
આ મેળામાં જવા માટે અંકલેશ્વરથી ડેડીયાપાડા જવું ત્યાંથી કોરવી ગામ અમદાવાદ- મુંબઈના લોકો માટે નજીક પડે છે.
આ મેળાને તમારી સમક્ષ રજુ કરવામાં મદદરૂપ થનાર વ્યારાના શ્રી અરવિંદભાઈ તથા સલુણના સિસ્ટર સ્મિતા અને સિસ્ટર ઇન્દિરાનો ખાસ અભાર માનીએ છીએ.
- વીડિઓ
બી. બી. એન.
0 Add comments:
Post a Comment
Thank you and stay connected