Wednesday, February 8, 2012

Golden Jubilee Of Vyara-Mandal Church

વ્યારા-માંડળ  ધર્મસભાની સુવર્ણ જયંતીની  ઉજવણી  તથા ઇસુ સંઘી પીઢ મિશનરીઓ રેવ. ફા.ગાલ્દોસ, રેવ. ફા. અરાના તથા રેવ. ફા. વેલી ડી'સોઝા ને નિહાળવા માટે વીડિઓ ઉપર ક્લિક કરશો.





તા. ૦૫-૦૨-૨૦૧૨ ના રવિવારના રોજ નાના બંદરપાળા ડુંગર  ઉપર વ્યારા-માંડળ ધર્મસભાની સુવર્ણ જયંતીની  ઉજવણી ધામધુમથી કરવામાં આવી હતી. આ સુંદર પ્રસંગે વ્યારા તથા માંડળ તાબાના આદિવાસી શ્રધાળુંઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ઇસુ સંઘના  પીઢ મિશનરીઓ રેવ. ફા.ગાલ્દોસ, રેવ. ફા. અરાના તથા રેવ. ફા. વેલી ડી'સોઝા આ સર્વ મહાન વિભૂતિઓની હાજરીથી આદિવાસી ભાઈ-બહેનો તથા બાળકોમાં ઊંડો આનંદ પ્રગટ થતો  હતો. 

આ ડુંગર ઉપર એક નવી પવિત્ર મારિયાની ટેકરીનું ઉદ્ઘાટન સુવર્ણ જયંતી નિમિત્તે કરવામાં આવ્યું હતું. આ ડુંગર પર  આવેલ  ગીધ  માળાલી આયાના દર્શન કરવાથી પવિત્ર અનુભવ થાય છે તેવી લાગણીથી શ્રધાળુઓ દર વર્ષે ફેબ્રુઆરીના પહેલા રવિવારે  હજારોની સંખ્યામાં ભેગા થાય છે. આ  ડુંગર કેસુડાના ફૂલથી ભરપુર હોવાથી રળિયામણો લાગે છે જેનાથી મેળામાં વધુ જોમ અને સુંદરતા ઉમેરાય છે.

આદિવાસી સંસ્કૃતિનો ખ્રિસ્ત યજ્ઞમાં સમન્વયના પ્રેણતા રેવ. ફા.ગાલ્દોસ જેમણે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કર્યો હતો  તે પહેલા ધર્મસભાનો ઈતિહાસ વર્ણવ્યો હતો.  (તે વીડીઓમાં જોવા મળશે.)       

આ મોટા પ્રસંગે રેવ. ફા. રોનાલ્ડ સલ્ધાના, ફા. કિશોર, ફા. ફ્રાન્સીસ ડી' સા તથા વડોદરા ધર્મપ્રાંતના વિકાર જનરલ ફા. જોએલ ની હાજરીથી તથા માંડળના બ્રધર્સ અને વ્યારા-માંડળ તાબાના  સિસ્ટર્સથી આ પ્રસંગ વધુ ભક્તિમય બન્યો હતો. 

રેવ. ફા. અરવિન એસ. જે. (ઝંખવાવ)  રેવ. ફા.  જેમ્સ વાઝ એસ. જે. (દઢવાળા)  રેવ. ફા રોનાલ્ડ સલ્ધાના એસ. જે. (વ્યારા )  તથા અન્ય ફાદર્સ-સિસ્ટર્સ અને આદિવાસી ભાઈઓએ જેમણે BBN ને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ઉત્તમ ફાળો આપ્યો છે તેમનો અહી અમે અભાર માનીએ છીએ.

નોંધ: અગામી કાર્યક્રમ "કોરવી માતાનો મેળો" રજુ કરવામાં આવશે 
  
ફોટો
ફ્રાન્સીસ  પરમાર  બી.બી.એન  

વીડિઓ 
બી. બી. એન.         

0 Add comments:

Post a Comment


Thank you and stay connected