Congratulations dear Fr. Girish Santiago, SJ for your PhD completion in Sociology under Hemchandracharya North Gujarat University, Patan. Glad to know your Research Topic: “The Role of Christian organizations in Gujarat in promoting and implementing inclusion of disabled children in educational centres”. All the best for your continuous noble service to humanity. Thanks sincerely for being our BBN mission supporter!
ફાધર ગિરીશ સંત્યાગોને પી. એચ. ડી. થયા એ નીમીત્તે હાર્દિક શુભકામનાઓ
'ઊંટેશ્વરી સંમિલિતાલયમ' સંસ્થા, ઇરાણા રોડ-કડીના નિયામક ફાધર ગિરીશને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ. પાટણ દ્વારા, સમાજ શાસ્ત્ર વિષયમાં પી. એચ. ડી.ની ડીગ્રી એનાયત કરવામાં આવી જેમના મહાનિબંધનો વિષય હતો : "વિકલાંગ બાળકોના સંમિલિત શિક્ષણમાં પ્રોત્સાહન અને અમલીકરણ માટે ગુજરાતની ખ્રિસ્તીધર્મની શૈક્ષણીક સંસ્થાઓની ભૂમિકા".
તેઓના માર્ગદર્શક હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી પાટણના ભુતપૂર્વ ડિન તથા ઈ. સી. મેમ્બર પ્રિન્સિપાલ ડૉ. જયેશ બારોટ હતા.
કેથોલિક સમાજના ઉત્તર ગુજરાત મિશન દ્વારા ઇસુસંઘી ફાધર ગિરીશે ખ્રિસ્તી તથા બિનસાંપ્રદાયિક જનતાની નિ:સ્વાર્થ સેવાઓ સર્વ પ્રકારના વિકલાંગની ઉન્નતી માટે ગુજરાત ખાતે સ્પેશ્યલ ઓલમ્પિકસ ભારત- ગુજરાતના ટ્રસ્ટી તથા સલાહકાર તરીકે સેવાઓ આપે છે. વળી, તેઓ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ઇસુપંથ વિકલાંગ સસ્થાઓના કોર કમિટી મેમ્બર તથા સલાહકાર તરીકે પસંદગી પામી સેવાના કાર્યમાં પરોયેલા છે.
તેમની જન્મભુમી તમિલનાડુ પણ તેમણે છેલ્લા 31 વર્ષથી ગુજરાતને પ્રભુ સેવા માટે કર્મભુમી બનાવી છે. ગુજરાતના અંતરિયાળ ગામડાંઓની લોકબોલી શીખીને તેઓની સાથે આત્મીયતાથી સેવક બનીને કાર્ય કરી રહ્યા છે. મહાનીબંધમાં સમાજને સીધી સ્પર્શતી એવી વિકલાંગોના વિકાસની વાત કરેલ છે.
From Left to Right:
Dr. Jayesh Barot (Guide); Dr. Gaurang Jani (Examiner from GU, Ahmedabad);
Fr.
Girish, SJ (Student); Dr. R.L. Godara (VC, HNGU - Patan)
|
રેવ. ફાધર ગિરીશ તેમના લેખો દ્વારા બી. બી. એન.માં પણ યોગદાન આપતા રહ્યા છે. તેઓ અવિરત સાથ સહકાર આપી સલાહકાર બની રહેલ છે. આ શુભ ઘડીએ બી. બી. એન. તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે
- BBN - Bhumel Broadcasting Network
Dear father Gisirsh congratulations to you. May God bless you
ReplyDeleteCongrats Dr Girishbapu...and best wishes....count on my prayers. Anthony sj
ReplyDeleteMany congratulations to Fr. Girish.
ReplyDelete