Sunday, November 9, 2014

Doot Workshop at Jivan Darshan





Please click on the video



'દૂત' ગુજરાતના  કેથોલીકોનું સર્વાંગી માસિક છે.
 તા 8 અને 9 બે દિવસ માટે દૂત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્ય શાળાનો ઉદેશ દૂત ચાહકોને તેમની પત્રલેખનની કળાને પ્રોત્સાહન આપી દૂતમાં તેમનો મહત્વનો ફાળો છે તેની ઝાંખી કરાવવાનો હતો.. દૂતનો ચાહક વર્ગ અને માનનીય આર. ટી. બિશપ ગોડ્ફ્રી  દે રોસારીયો (વડોદરા ધર્મપ્રાંત ) અને દૂતના માનદ્ તંત્રી ફાધર ડૉ.. વિનાયક જાદવ,  દૂતના તંત્રી જસવંત મેકવાન, દૂતના સહતંત્રી શૈલેશ ક્રિસ્ટી, કિશોરમિત્રના સંપાદક  રાજેશભાઈ, તથા દૂતના તંત્રી મંડળના સભ્ય શ્રીમતી ઇન્દુબેન, બકુલભાઈ મેકવાન  તથા દૂતના કાવ્ય વિભાગ સંભાળનાર ડૉ.સિલાસ પટેલીયાએ આ પ્રસંગે હાજરી આપી હતી.

ફાધર વિલિયમ તથા તેમની રિશ્તા ટીમ, ડૉ..રોમન ભાટિયા , નયા પડકાર, દૈનિક સમાચારના કાર્ટૂનીસ્ટ નવીન મેકવાન  દ્વારા ભાગ લેનારને પત્રકારત્વ અને દૂતની આજ અને  કાલ ઉપર વધુ પ્રકાશ પાડવામાં આવ્યો  હતો 

કાર્ય શાળાના પહેલા દિવસના અંતે આર. ટી  બિ\શપ થોમસ મેકવાન ( અમદાવાદ ધર્મપ્રાંત )દ્વારા ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો 

આ કાર્યશાળામાં નવ યુવાનવર્ગ , વડીલો તથા સાધ્વીવર્ગની  હાજરી દૂત પ્રત્યેની લાગણી  રજુ કરતી હતી.. કાર્ય શાળાના અંતે સર્વ ભાગ લેનારને દૂત દ્વારા  પ્રમાણ પત્ર આપી વધાવી લેવામાં આવ્યા હતા. 

આ પ્રસંગના વધુ ફોટો જોવા માટે નીચે આપેલ લીંક  ઉપર ક્લિક કરશો.
Please click on the link for more photos

0 Add comments:

Post a Comment


Thank you and stay connected