Monday, March 28, 2011

આદિવાસી ધર્મસભાનાં ૫૦ વર્ષની ઉજવણી_50 years of Tribal Church

ગઈ કાલે વ્યારા તાબાના ઝાંખરી ગામે ધર્મસભાના ૫૦ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.
દક્ષીણ ગુજરાતની વ્યારા ધર્મસભાની શરૂઆત એક ઈશુસંઘી ફા.સમાધા એસ જે દ્વારા ૧૯૬૧ માં કરવામાં આવી હતી. શરૂઆતમાં ફા. સમાધા સુરતથી ટ્રેનમાં વ્યારા સુધી અપ ડાઉન કરતા અને ત્યાંથી ઝાંખરી ગામે જવા માટે કોઈક વખત ચાલતા તો કોઈક વખત બળદ ગાળામાં મુસાફરી કરતા.

ઝાંખરી ગામમાં રહેતા મંગળદાસ ગામીતે  શ્રદ્ધાનો સ્વીકાર કર્યો અને ફાધરો ને બીજા ગામ સુધી શ્રધા માટે  લઇ જવામાં ઉત્તમ ફાળો આપ્યો હતો.  ફા. ફ્રાન્સીસ જુબેલીયા એસ. જે ફા. વેલી ડી'સોઝા એસ. જે. (જેઓ હાલમાં માંડલ માં  સેવા આપી રહ્યા છે)  અને  ફા. સમાધાની સાથે જોડાયા અને ત્યાંથી કામ વધતા અને ગરીબ આદિવાસી લોકોમાં ભણતર વધે તે હેતુસર વ્યારામાં જમીન રાખીને બોર્ડીંગ બનાવી.

બોર્ડીંગની સાર સંભાળ રાખવા માટે અને જયારે ફાધરો  જંગલમાં આદિવાસી સાથે હોઈ તારે બોર્ડીંગમાં ભણતા વિદ્યાર્થીઓની દેખ રેખ રાખવા માટે બ્ર. આલોયીસ મેકવાન (મૂળ નાવલીના ) ની નિમણુક કરવામાં આવી. જેઓ આ વિસ્તારમાં આલું પ્રકાશ તરકે ઓળખાવા લાગ્યા.

૧૯૬૮ માં ભયંકર દુકાળ દક્ષીણ ગુજરાતમાં પડ્યો અને તેણે   ઘણા ગરીબ બાળકો, પુરુષો અને સ્ત્રીઓનો જીવ ભરખી લીધો. ગરીબ વધુ કંગાળ બન્યાં. દુકાળની કારમી પરિસ્થિતિમાં સરકારનો સાથના ન મળતા ફધારો દિલ્હીથી પરમિશન લઇ ને મુંબઈમાં અમેરિકાથી આવતા અનાજ અને તેલ લાવી અહીના લોકોને પુરા પાડ્યા હતા.

આ સમયે Missionaries Of Sacred Heart નાં સિસટરોએ આદિવાસી છોકરીઓ માટે બોર્ડીંગ ની સ્થાપના કરી અને ફાધરો સાથે પણ દરેકની મુલાકાત અને ધર્મશીક્ષણ આપવાનું ચાલુ કર્યું. આમ. અહીની ધર્મસભા વધુ મજબુત બનવા લાગી જે આજે રસ્તામાં આવતી મુશ્કેલીઓમાંથી પસાર થઇ ગઈ કાલે ૫૦ વર્ષ પુરા કર્યાં.


આ દિવસે ૪૫૦૦ આદિવાસી બહેનો ભાઈઓ અને બાળકો ઝાંખરી ગામે ભેગા થયા હતા. શ્રદ્ધાને લાવનાર અને તેના માટે જીવ આપનાર દરેક ને અહી યાદ કરવામાં આવ્યા હતા. ભવ્ય સામોયું અને આદિવાસી નૃત્ય સાથે ફા. વેલી ડી'સોઝાને જેઓ હાલમાં માંડલ તાબામાં છે.  તથા ફા. કોરી એસ .જે, ફા. ફ્રાન્સીસ (માંડલ), ફા. કિશોર એસ . જે. (માંડલ ), ફા. રોની એસ. જે. (સભા પુરોહિત, વ્યારા), ફા. સુનીલ સોલંકી (ઉપ સભાપુરોહિત ) ફા. કિરીટ પટેલીયા (સુબીર) અને કથાકાર ફા. વિનય મેકવાન અને અન્ય ફાધરો, બ્રધરો અને સિસટરો હાજર રહી આ શ્રદ્ધાની ઉજવણીમાં વધુ રંગ પૂર્યો હતો.

દરેક ગામના આદિવાસી ભાઈ બહેનોએ જાતે આ ઉજવણીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ પાછળ વ્યારાનાં સભાપુરોહિત માનનીય ફા. રોની એસ .જે.  અને ઉપ સભાપુરોહિત ફા. સુનીલ સોલંકીનો મુખ્ય ફાળો રહ્યો હતો.

આ પ્રસંગના ફોટા જોવા માટે નીચે જુઓ.

 
In The year 1961 a Jesuit priest Samadha SJ (passed away) with Fr. Valley D’oza SJ and Francis ZUBELDIA SJ (passed away) went to the village called Zankhari to share the word of God with Adivasi (Tribal).As fathers were belonged to Surat community, they used to come daily by train. After getting down in Vyara railway station. they managed to visit the villages on or by bullock cart.

The first catechist Mangaldas Gamit accepted the faith and helped the fathers to reach out the interior villages of Vyara district.

Later on Fr. Vally D’Soza and Fr. Borobiyo who bought a land in Vayara for bulding a boarding for the poor students of Adivasi (Tribals). The students stayed at the hostel and stuied in Grampanchayat school (Local schools run by Gujarat government) at Vyara.

In order to take care of the property and the boarding, Bro. Aloysius Joseph Macwan from Navli appointed in 1966 who took care as the priests used to go for the ministry in the interior villages. . To make people aware of their rights, small plays,dramas were taught to the students and started activity like educating students in the villages.


In 1968 famine broke out across South Gujarat and that made poor very poorer. There was a shortage of food, water and clothes. People were dieing due to lack of food and water. The fathers brought Food from Delhi and Mumbai which was imported by the Indian government from America and they helped every Adivasi Of the territory.

New projects for the Adivasi planned out for their education and better life. Day by day the word of God was spread by many more new priest and nuns. Because of these efforts today people have good position in the Society and in government offices.

Sisters of Missionaries Of Sacred Heart arrived in Vyara, Gujarat and started dispensary for poor and boarding for poor Adivasi (Tribal) girls and also helped in sharing the word of God. And with the help of the Sisters, within 10 years the Vyara flourished with the faith. Looking at the Faith and people there was a need of having


Yesterday was a relishing day for all Adivasi (Tribal) who believe in Christ. They celebrated 50 years a Zankhari village in Vyara parish. The celebration was well organized by the people with the help of parish priest Fr. Ronie SJ and Asst. parish priest Fr. Sunil Solnki SJ. Around 4500 women,men and children got together to remember the people who worked for  their identity in the world of faith and to celebrate the Golden jubilee.

Report Narrated By.

Bro. Aloysius Joseph Macwan

Photos By

BBN
A Bridge Between Christ and People

3 Add comments:

  1. it is so nice to hear that the church has grown so much in south gujarat. It all shows the work of Jesuits as they are ment to do diffrent from others and fathers like Samadha fr.Jubelio and Fr Vally are real pioneer for this church.

    ReplyDelete
  2. Congratulation to all fathers who had worked hard for the Faith. Congrats to fr. Vyara Fathers, Fr. Rony .

    ReplyDelete
  3. congrats bbn,,,,,,,,,,breaking barriers..... keep it up,,,,,,well done

    ReplyDelete


Thank you and stay connected