Sunday, March 20, 2011

સંત જોસેફનો તહેવાર _કરમસદ અને ઉત્તરસંડામાં _ Feast Of St. Joseph

કરમસદ માં સંત જોસેફના સ્ટેચ્યુ સાથે પવિત્ર સરઘસ


શનિવારના રોજ સંત જોસેફનો તહેવાર કરમસદ અને ઉત્તરસંડામાં ઉજવવામાં આવ્યો હતો .

કરમસદમાં સંત જોસેફના સ્ટેચ્યુ સાથે પવિત્ર સરઘસ શ્રી પ્રકાશ પરમારના ઘરેથી (સંત જોસેફ સોસાયટી) થી સંત જોસેફ દેવળ સુધી ભક્તિભાવથી કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ દેવળમાં ભવ્ય ખ્રિસ્ત યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં દરેક હાજર શ્રધાળુઓએ ભાગ લઇ પાવન થયા હતા.અહી ફા.વેલી કરમસદના સભા પુરોહિત દ્વારા ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો.

યુવાનો યુવતીઓ, બાળકો,બહેનો અને વડીલો આ પ્રસંગમાં હાજર રહી વધુ રંગતભર્યો બનાવ્યો હતો.

આવા પવિત્ર પ્રસંગ એક બીજામાં શ્રદ્ધાનો વધારો થાય તે રજુ કરે છે

સમાચાર અને ફોટા
શ્રી પ્રકાશ પરમાર,કરમસદ)



ઉત્તરસંડામાં પણ સંત જોસેફનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો . આ પ્રસંગે આપણા લોક લાડીલા રેવ. બીશપ થોમસ મેકવાન, હાજર રહી પ્રસંગને વધુ આનંદિત બનાવ્યો હતો. રેવ. બીશપ થોમસ મેકવાને ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કર્યો હતો. આ પ્રસંગ ને સફળ બનાવવા માટે ગામના યુવાનો,બહેનો,વડીલો, ફા.બ્રીટો (સભા પુરોહિત, નડિયાદ) અને ફા. બીપીન (સહાયક સભા પુરોહિત)નો ઉત્તમ ફાળો રહ્યો હતો.

-સમાચાર અને ફોટા
BBN

0 Add comments:

Post a Comment


Thank you and stay connected