Monday, March 21, 2011

ફા.ફ્રાન્સીસ્કો પલાઉની દ્ધીશતાબ્દી

This report is in Gujarati and In English

આજે કાર્મેલાઈટ મિશનરીસ તેમના સ્થાપક સુધન્ય ફા.ફ્રાન્સીસ્કો પલાઉની દ્ધીશતાબ્દીની ઉજવણી કરે છે તેમનો જન્મ સને ૧૮૧૧ માં થયો હતો એટલે ૨૦૧૧ માં બસો વર્ષ પુરા થાય છે તેમના આ મંડળના ૧૫૦ વર્ષ સેવા અર્થે પુરા થશે આમ બે ઉજવણી સાથે થઇ છે

સુધન્ય ફા. ફ્રાન્સીસ્કો પલાઉનો જન્મ ૨૯-૧૨-૧૮૧૧ માં સ્પેન દેશમાં આવેલા આયટોના ગામમાં થયો હતો.તેમના માતા પિતાનું સાતમું સંતાન હતા. કુટુંબ પહેલેથીજ ધાર્મિક અને તેથી જન્મની સાથે જ તેમને સ્નાન સંસ્કાર આપવામાં આવ્યો હતો. મોટા થતા જ દેવળની બધીજ પ્રવૃતિઓમાં ભાગ લેતા. તેમના શિક્ષણકાળ દરમ્યાન જ તેમના શિક્ષણગણે તેમના ઉમદા ગુણોનો અનુભવ કર્યો હતો.

મોટા થઇ કાર્મેલાઈટ ઓર્ડરમાં જોડાયા અને તે સમયે સ્પેનમાં બળવાખોરોએ સેમીનરીસ અને કોન્વેન્ટઓ ઉપર હુમલા કરી સન્યસ્ત લોકોને ક્રુરતાથી મારી નાખ્યા હતા અને સેમીનરીસ અને કોન્વેન્ટ જીવન ઉપર પ્રતિબંધ મુકાયો. જે ફાધર્સ અને સિસ્ટરસ આ ક્રુરતામાંથી બચી ગયા તેમાના એક સુધન્ય ફા. ફ્રાન્સીસ્કો પલાઉ હતા

પ્રભુનું કામ ચાલુ રાખવા માટે તેઓ ફ્રાંસ દેશમાં આવી ગયા તેમની પવિત્ર જીવન શૈલી જોઇને ઘણા તેમના શિષ્યો બન્યા અને જયારે બળવો શાંત થયો ત્યારે તેઓ બાર્સિલોના પાછા આવ્યા અને ત્યાં શુભ સંદેશ ફેલાવાનું કાર્ય શરૂ થયું. તેમણે "સદ્ગુણોની શાળા" નામની શાળા શરૂ કરી ત્યારે અમુક તત્વો ને લાગ્યુ કે આ રાજકારણી માટે નો ખોટો પ્રચાર છે તેથી તેમને ઇબીઝા નામના ટાપુ ઉપર દેશ નિકાલ કરવામાં આવ્યા હતા. વેદરા નામનો એક નાનો ટાપુ જે મેડીતેરિયન સાગર વચ્ચે આવેલો છે ત્યાં ધ્યાન અને મનન-ચિંતન કરવા લાગ્યા આમ તેમને સાક્ષાત ભગવાનનો ઊંડો અનુભવ થયો તેમણે તેમના જીવનથી સિદ્ધ કરી બતાવ્યું કે પ્રાર્થનામાંથી જ શક્તિ અને પ્રેરણા મળે છે. આમ પ્રભુની પ્રેરણાથી આખા ટાપુના લોકોનો હૃદયપલટો કર્યો. દેશ નિકાલનો સમય પૂરો થતા તે સ્પેન પાછા ફર્યા. સ્પેનમાં અને ઇબીઝા ટાપુ અને ફ્રાન્સમાં તેમનું કાર્ય ચાલુ રહ્યું. આ સાથે પવિત્ર પ્રવૃતિઓનો વિસ્તાર વધતો રહ્યો.

આજે આ પવિત્ર કાર્ય ૪૦ દેશોમાં તેમની સંસ્થા કાર્યરત રહી તેમનું શુભ કાર્ય ધપાવી રહી છે.તેમના જન્મના ૨૦૦ વર્ષ અને તેમની સંસ્થાના ૧૫૦ વર્ષની ઉજવણી શરૂઆત આજે કરી રહ્યા છે ત્યારે સલુણ ગામના "પુષ્પાલય" ખાતે રહેતા તેમના સાધ્વી બહેનો કહે છે,
"આજનો દિવસ અમારા માટે શુભ દિવસ છે કારણકે અમારી સંસ્થાના સ્થાપકની દ્ધીશતાબ્દીના ભાગ રૂપે ઉજવણી અને ૧૫૦ સંસ્થાના વર્ષની ઉજવણી કરી રહ્યા છે."
આ શુભ ઉજવણી નિમિતે ફા.રોયસટન એસ.જે. (આણંદ) ખ્રિસ્ત યજ્ઞ દરમ્યાન સુંદર ઉપદેશ આપ્યો હતો. ખ્રિસ્તયજ્ઞમાં ફા. ફ્રાન્સીસ ઝેવિયર (સભા પુરોહિત,સલુણ) ફા. પરેઝા અને જાણીતા ફાધરો હાજર રહી ખ્રિસ્તયજ્ઞનો મહિમા વધાર્યો હતો.

ભવ્ય ખ્રિસ્તયજ્ઞ સાથે ઉજવણી કરવામાં આવી હતી તે જોવા માટે વીડિઓ ઉપર ક્લિક કરો


Report In English

Carmelite Missionaries congregation was started in Spain by Carmelite Priest called Fr. Francisco Palau Y quer. He was the seventh child of the Palau-Quer-Family. He was baptized on the same day as his parents were devout Catholics. He was a diligent student. Played with children of the village, sang with his father in church choir. He was an extra ordinary child.Become young and went for higher studies.He joined Carmelite Missionaries after his study.

Because of the socio political situation in Spain he had to leave the seminary and also Spain his own country. Thus, he spent most of his life outside seminary, but living the real Carmelite life - the prayer and contemplation. Thus he lived very hard life. but God was guiding him and made him the instrument to begin a congregation which is now existing in 40 countries.

- News By
Sr. Smita and Sr. Indira

2 Add comments:

  1. congratulations dear sisters

    ReplyDelete
  2. CONGRATULATIONS DEAR SISTERS,PLEASE GIVE SOME MORE INFORMATIONS IN DETAIL ABOUT YOUR CONGREGATION AND THE FOUNDER.
    THANKS.

    ReplyDelete


Thank you and stay connected